૧૩ મા પાટોત્સવ નો ભવ્ય ઉત્સવ વઢવાણ
શ્રદ્ધા, ભક્તિ અને સંસ્કારના અદભૂત સંગમ સાથે શ્રી સતીમાજી ના ૧૩ મા પાટોત્સવ નો ભવ્ય ઉત્સવ વઢવાણ ખાતે શ્રી હાડીમાં રોડ પર સ્થિત શ્રી સતીમાં દેવસ્થાન સેવા ટ્રસ્ટ દ્વારા સફળતાપૂર્વક ઉજવાયો. આ પવિત્ર અવસર માત્ર એક ધાર્મિક વિધિ નહોતો, પરંતુ ભક્તિ, એકતા અને સેવાભાવનું જીવંત પ્રતિબિંબ બની રહ્યો.